ઉમળકો
Enthusiasm
મહેમાનને જોઈ બારણે દોડી જવાની ઉતાવળ
કેલેન્ડરથી આગળની એક લાગણી.
બાર એવા ગુજરાતી શબ્દો, જે અંગ્રેજીમાં ક્યારેય સમાયા નથી.
નવેમ્બર ૨૦૨૬ થી ઓક્ટોબર ૨૦૨૭
આ કેલેન્ડર આપણી ભાષા અને સંસ્કૃતિને રોજિંદા જીવનમાં જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે. તેમાં લીંપણ કામના ચિત્રો સાથે દર મહિને એક એવો અનોખો ગુજરાતી શબ્દ છે (જેમ કે ઉમળકો, હરખ, ટાઢક) જેનો અંગ્રેજીમાં ક્યારેય અનુવાદ ન થઈ શકે.
આ કેલેન્ડર તમારા ડેસ્ક પર હશે તો તમારી ગુજરાતીતા હંમેશા તમારી સાથે રહેશે.
ઉમળકાને અંગ્રેજીમાં enthusiasm કહો, તો બારણે દોડી જવાની ઉતાવળ ખોવાઈ જાય. વહાલને love કહો, તો માથે ફરતો હાથ ક્યાંક રહી જાય.
બાર મહિના, બાર લાગણીઓ
Enthusiasm
મહેમાનને જોઈ બારણે દોડી જવાની ઉતાવળ
Joy
બીજાના સુખે આપણું મન ભરાઈ આવે એ લાગણી
Warmth
તાપણું શરીરને ગરમ રાખે, હૂંફ માણસને જીવતો રાખે
Smile
હોઠ પહેલાં આંખોમાં ઊગતું હાસ્ય
Space
મનમાં કંઈક નવું સમાય એટલી જગ્યા
Wishes
મનમાં સાચવી રાખેલાં સપનાંનાં બીજ
Leisure
ભરાયેલું મન ખાલી કરવાનો સમય
Relief
ચિંતા પૂરી થાય ત્યાંથી શરૂ થતી શાંતિ
Call
ભીડમાં પણ ઓળખાઈ જતો પોતીકો અવાજ
Love
માથે ફરતો હાથ, જેનો કોઈ હિસાબ નથી
Souvenir
બીજાના મનમાં મૂકી જઈએ એ જ સાચો વારસો
Sleepless night
ઉત્સવની એ રાત, જે આત્માને જગાડે
હાથમાં લો, મનમાં રાખો



અમે તમને બાર શબ્દો આપ્યા. તેરમો તો તમારા ઘરમાં જ છે: એ શબ્દ જે આપણે રોજ બોલીએ છીએ. ઓર્ડર કરતી વખતે અમને તમારો તેરમો શબ્દ જરૂર કહેજો.
કંપની, ઓફિસ કે ગ્રાહકો માટે કોર્પોરેટ ઓર્ડર પણ સ્વીકારીએ છીએ.
ઓર્ડર
ત્રણ સરળ પગલાં: વિગતો ભરો, ચુકવણી કરો અને WhatsApp પર મોકલો.