ગુજરાતી પંચાંગ, વિક્રમ સંવત ૨૦૮૩

ગુજરાતીતા

કેલેન્ડરથી આગળની એક લાગણી.

શબ્દ જેનો અનુવાદ ન અનુભવાય

બાર એવા ગુજરાતી શબ્દો, જે અંગ્રેજીમાં ક્યારેય સમાયા નથી.

₹૩૬૫ સમગ્ર ગુજરાતમાં ફ્રી ડિલિવરી
હમણાં જ ઓર્ડર કરો

નવેમ્બર ૨૦૨૬ થી ઓક્ટોબર ૨૦૨૭

લાકડાના સ્ટેન્ડ પર ગુજરાતીતા કેલેન્ડર

નમસ્તે!

આ કેલેન્ડર શા માટે તમારી પાસે હોવું જોઈએ?

આ કેલેન્ડર આપણી ભાષા અને સંસ્કૃતિને રોજિંદા જીવનમાં જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે. તેમાં લીંપણ કામના ચિત્રો સાથે દર મહિને એક એવો અનોખો ગુજરાતી શબ્દ છે (જેમ કે ઉમળકો, હરખ, ટાઢક) જેનો અંગ્રેજીમાં ક્યારેય અનુવાદ ન થઈ શકે.

આ કેલેન્ડર તમારા ડેસ્ક પર હશે તો તમારી ગુજરાતીતા હંમેશા તમારી સાથે રહેશે.

ઉમળકાને અંગ્રેજીમાં enthusiasm કહો, તો બારણે દોડી જવાની ઉતાવળ ખોવાઈ જાય. વહાલને love કહો, તો માથે ફરતો હાથ ક્યાંક રહી જાય.

બાર મહિના, બાર લાગણીઓ

અંગ્રેજી પાસે શબ્દ છે, પણ લાગણી નથી

નવેમ્બર

ઉમળકો

Enthusiasm

મહેમાનને જોઈ બારણે દોડી જવાની ઉતાવળ

ડિસેમ્બર

હરખ

Joy

બીજાના સુખે આપણું મન ભરાઈ આવે એ લાગણી

જાન્યુઆરી

હૂંફ

Warmth

તાપણું શરીરને ગરમ રાખે, હૂંફ માણસને જીવતો રાખે

ફેબ્રુઆરી

મલકાટ

Smile

હોઠ પહેલાં આંખોમાં ઊગતું હાસ્ય

માર્ચ

મોકળાશ

Space

મનમાં કંઈક નવું સમાય એટલી જગ્યા

એપ્રિલ

ઓરતા

Wishes

મનમાં સાચવી રાખેલાં સપનાંનાં બીજ

મે

નવરાશ

Leisure

ભરાયેલું મન ખાલી કરવાનો સમય

જૂન

ટાઢક

Relief

ચિંતા પૂરી થાય ત્યાંથી શરૂ થતી શાંતિ

જુલાઈ

ટહુકો

Call

ભીડમાં પણ ઓળખાઈ જતો પોતીકો અવાજ

ઓગસ્ટ

વહાલ

Love

માથે ફરતો હાથ, જેનો કોઈ હિસાબ નથી

સપ્ટેમ્બર

સંભારણું

Souvenir

બીજાના મનમાં મૂકી જઈએ એ જ સાચો વારસો

ઓક્ટોબર

ઉજાગરો

Sleepless night

ઉત્સવની એ રાત, જે આત્માને જગાડે

હાથમાં લો, મનમાં રાખો

કેલેન્ડરની વિગતો

🗓️
૧૫ આકર્ષક પેજકવર, નૂતન વર્ષની શુભેચ્છા, બાર મહિના અને તેરમો શબ્દ
🪵
લાકડાનું પ્રીમિયમ સ્ટેન્ડડેસ્ક પર શોભે એવું મજબૂત અને સુંદર
🪔
વિક્રમ સંવત ૨૦૮૩નું પંચાંગદરેક દિવસની તિથિ અને બધા તહેવારો
🎨
લીંપણ કામના ચિત્રોદર મહિને કચ્છની કળાથી પ્રેરિત એક ચિત્ર
💭
દર મહિને એક ચિંતનસાથે વ્યવસાય અને રોજિંદા જીવન માટે નાની પણ કામની વાત
🚚
બિલકુલ ફ્રી ડિલિવરીસમગ્ર ગુજરાતમાં, તમારા ઘર કે ઓફિસ સુધી
એક કેલેન્ડરની કિંમતમાત્ર ₹૩૬૫વર્ષના ૩૬૫ દિવસ, રોજ એક રૂપિયો ગુજરાતી માટે
ઓર્ડર કરો

તેરમો શબ્દ, તમારો.

અમે તમને બાર શબ્દો આપ્યા. તેરમો તો તમારા ઘરમાં જ છે: એ શબ્દ જે આપણે રોજ બોલીએ છીએ. ઓર્ડર કરતી વખતે અમને તમારો તેરમો શબ્દ જરૂર કહેજો.

દિવાળીએ એવી ભેટ, જે આખું વર્ષ ટેબલ પર રહે

કંપની, ઓફિસ કે ગ્રાહકો માટે કોર્પોરેટ ઓર્ડર પણ સ્વીકારીએ છીએ.

WhatsApp પર વાત કરો

ઓર્ડર

તમારું કેલેન્ડર બુક કરો

ત્રણ સરળ પગલાં: વિગતો ભરો, ચુકવણી કરો અને WhatsApp પર મોકલો.

૧

તમારી વિગતો

૧
કુલ: ₹૩૬૫
૨

ચુકવણી કરો

ચૂકવવાની રકમ

₹૩૬૫

UPI ચુકવણી માટે QR કોડ

કોઈ પણ UPI એપથી QR સ્કેન કરો

UPI એપમાં ચુકવણી કરો

મોબાઈલમાં આ બટન દબાવતાં GPay, PhonePe, Paytm જેવી એપ ખૂલશે અને રકમ પહેલેથી ભરેલી હશે.

UPI ID: suhagiyahemang4@okicici
૩

WhatsApp પર ઓર્ડર મોકલો

બટન દબાવતાં તમારી બધી વિગતો સાથે WhatsApp ખૂલશે. ત્યાં ચુકવણીનો સ્ક્રીનશોટ પણ મોકલી દેજો.

આભાર! 🙏

તમારો ઉમળકો અમારા સુધી પહોંચી ગયો. WhatsApp પર મેસેજ મોકલવાનું ભૂલશો નહીં, અમે ત્યાં જ તમારો ઓર્ડર કન્ફર્મ કરીશું.

₹૩૬૫ગુજરાતમાં ફ્રી ડિલિવરી
ઓર્ડર કરો